લેઉવા પાટીદાર સમાજ નો ઈતિહાસ

વતન અમારું વ્હાલું દવલું, ધન્ય ગુર્જરી પ્યારી.,
ખ્યાત આજે વિશ્વે ભાઈ, પટેલ પાડોશી ઉપકારી...

સેંકડો વર્ષ પહેલા પંજાબના તક્ષશિલાની બાજુમાં પટેલોના પૂર્વજોએ મુશ્કેલીઓ વેઠી હતી. રાજ પરિવર્તન થયા પછી સ્થળાંતર કરીને તેઓ ગુજરાત વસ્યા હતા તેમણે જન્મભૂમિ તો છોડી પરંતુ સહજધર્મ, ભક્તિ, મહેનત, મજૂરી ન છોડ્યા. જયારે લેઉવા પાટીદાર એક બીજા ને મળે ત્યારે ફક્ત હાથ મિલાવવા ના બદલે હાથ થી હાથ મિલાવનારા.. ખભે થી ખભો મિલાવનાર મારા લેઉવા પાટીદાર.. આવી ખમીરવંતી, ખડતલ, મહેનતુ, સાહસિક, દરેક સમાજ ને સાથે રાખી ને ચાલનાર, ઘરેણ રાખનાર, ઉદાર અને ધાર્મિક અને ભક્તિભાવ વાળી કોમ એટલે લેઉવા પાટીદાર સમાજ.

પાટીદાર :

પાટીદાર શબ્દ હિંદીમાં "પટ્ટિદાર" તરીકે વપરાય છે, જે અપભ્રંશ થઈ પત્તીદાર બન્યો. પત્તી અગર પાતી એટલી પાટી. ગુજરાતમાં "પાંતિ" શબ્દ પણ પ્રચલિત છે. પાટી એટલે જમીનનો ટુકડો, "દાર" એટલે ધરાવનાર. જમીન ધરાવનાર એટલે પાટીદાર એવો પત્તીદાર શબ્દ ઉપરથી ગુજરાતમાં પાટીદાર શબ્દ થયો છે. આ ઉપરથી સમજી શકાય છે કે પાટીદાર" શબ્દ વ્યવસાય ઉપરથી આવ્યો છે અને પટેલ શબ્દ ખિતાબ કે પદવી ઉપરથી આવ્યો છે. સમય જતાં પાટીદાર શબ્દ લખવામાં લાંબો હોવાથી અને પટેલ શબ્દ માનસિક ખુમારી અને સૂરાતનનો ભાવ છુપાયેલો હોવાથી સમગ્ર પાટીદાર કોમે આજે પટેલ શબ્દ અપનાવી લીધો છે.

પાટીદારોનું ગૌરવ :

આજે ભાગ્યે જ એવું ગામ હશે કે જયાં કુર્મી પટેલની વસતિ નહીં હોય. સામાન્ય રીતે આ જ્ઞાતિના લોકો ખેતી તથા પશુપાલનમાં રોકાયેલા છે. વેપાર ધંધામાં પણ મિ પટેલોની ફાવટ ઘણી સારી છે. આ સમગ્ર કોમ સમય અને સંજોગો પ્રમાણે વર્તી છે. યુદ્ધ ખેડવાનું હોય ત્યારે તે યુદ્ધ કરતી અને ખેતી કરવાની હોય ત્યારે ખેતી કરતી. પોતે જે વિસ્તારમાં ગઈ છે તે વિસ્તારમાં ખૂબ મહેનત અને મજૂરી કરીને પોતાની પ્રતિષ્ઠા જમાવી છે. તે કદી વિકટ પરિસ્થિતિમાંયે પાછી પડી નથી. કુશળતા વાપરીને તેણે રસ્તા શોધ્યા છે. જેમ જેમ વાતાવરણ બદલાતું રહ્યું તેમ તેમ વાતાવરણને અનુકૂળ બનતી રહી છે. તેણે કોઈ જગ્યાએ અકારણ હુમલો કરીને કોઈનું પડાવી લીધુ હોય, લોકોની હત્યાઓ કે કતલ કરી હોય તેવા કિસ્સા જોવા મળતા નથી. પણ જયારે તેના ઉપર હુમલો થાય છે ત્યારે તેણે દૃઢતાથી તે હુમલાઓનો સામનો કરીને જીત મેળવી છે. હજારો વર્ષો સુધી આ જ્ઞાતિ નાના-મોટા જૂથોમાં ફરતી હતી, પણ જયાં જયાં શાંતિનો અનુભવ થયો ત્યાં તે વાસ પણ કરતી રહી છે. જયારે અસલામતી લાગે કે અશાંતિ થાય ત્યારે રસાલા સાથે બીજી સલામત જગ્યાએ તેઓ સ્થળાંતર કરતા. જૂના જમાનામાં આનર્ત પ્રદેશ યુદ્ધો વિનાનો, શાંતિવાળો પ્રદેશ હતો. સરસ્વતી જેવી પવિત્ર નદી ત્યાં હતી. જયારે કુળદેવી ઉમિયા માતાનું મંદિર આ વિસ્તારમાં બનાવાયું ત્યાએ તેઓ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના કારણે આ વિસ્તારમાં કાયમ માટે રહ્યા. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે કડવા ર્દૂિમઓની સંખ્યા ઉત્તર ગુજરાતમાં છે. ગુજરાતનાં ૧૮૦૦૦ ગામડાં પૈકી ભાગ્યે જ દસ ટકા એવાં ગામો હશે કે જયાં પાટીદાર ન હોય. ધરતીને ફાડીને કાચું સોનું પેદા કરનારા, અન્ય નાની મોટી કોમોને ગુજરાન ચલાવી આપનાર, જગતના આ તાતને ગુજરાતની ધરતી નાની પડી ત્યારે તેમણે દેશ-પરદેશ ખેડાણ કરી લીધું છે. આજે તો આફ્રિકા, યુરોપ તથા અમેરિકામાં બધાં જ મોટાં શહેરોમાં પાટીદારોની મોટી વસાહતો છે. સાહસ, સફરથી તેઓ કદી થાક્યા નથી. તમે ઉત્તર ધ્રુવ પૂરો કરીને છેક દક્ષિણ ધ્રુવ તરફ આવો. તો ન્યુઝીલેન્ડમાં પણ પાટીદારો તો મળશે જ. વિશ્વના ખૂણેખૂણે પથરાયેલા પાટીદારોની વસતિ ગણતરી પણ શક્ય નથી કહે છે કે પાટીદારોની જીભ અન્ય લોકો કરતાં વધુ ધારદાર હોય છે, પરંતુ એમના હૃદયની સાઈઝ અન્ય માનવી કરતાં સહેજ મોટી આપી છે. એ કોઈના પર વારી જાય તો બસ, પાસા પોબાર અને પાછળ પડી જાય, તો જાન જાય તો ભલે જાય, પણ મમત ના છોડે, એનું નામ પાટીદાર.

હજારો વર્ષ પહેલાં પંજાબમાં આર્ય પ્રજાના ચારેય વર્ણની વસતિ ખૂબ વધી ગઈ જેથી મિઓને ખેડવા માટે અને પશુઓને ચરાવવા માટે જમીનની ખેંચ પડવા લાગી, તેથી મિ ક્ષત્રિયો પંજાબ છોડી ગંગા-જમનાના ફળદ્રુપ પ્રદેશમાં આવ્યા તેમાંના કેટલાક ટોળાં રાજસ્થાન અને આબુ પાસેના ભિન્ન માલ (શ્રીમાળ) સુધી આવ્યા. હાલમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં મુખ્ય વસ્તી કૂિમ ક્ષત્રિયોની છે. આ પ્રદેશોમાં પણ પંજાબના લેયા પ્રદેશમાંથી આવેલા મિઓને "લોરકૂિમ" કહે છે અને કરડ પ્રદેશમાંથી આવેલાઓને "ખારીમિ" કહે છે. રાજસ્થાનમાં પણ લોર મિઓને લોર-પટેલ અને ખારી મિઓને ખારી પટેલ કહે છે. આમ, ઉત્તર ભારતમાં વસતા લોર અને ખારી મિઓ તે ગુજરાતના આપણા લેઉઆ અને કડવા પાટીદારોના ભાઈઓ છે. તેમની વસતી ઉત્તર ભારતમાં દસ કરોડ જેટલી છે.

ગુજરાતના રાજવંશીઓ, રાજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) અસલ ક્ષત્રિય આર્ય પ્રજાના વંશજો છે. ગુજરાતના પાટીદારો આર્ય પ્રજામાંથી સીધા ઊતરી આવેલા છે. આ આર્ય પ્રજા મધ્ય એશિયામાં આયુ નદી પાસે પામીરના ઉચ્ચ પ્રદેશોમાં વસતી હતી. તેમાંથી સમયાંતરે આર્યોની બે ટોળીઓ જુદી જુદી બે દિશાઓમાં વહેંચાઈ ગઈ. એક ટોળી ઈરાન તરફ ગઈ અને ત્યાંથી યુરોપના દેશો તરફ ગઈ. બીજી ટોળી મધ્યપૂર્વ દેશો તરફ ગઈ. પામીરમાંથી છૂટી પડેલી આર્યોની એક ટોળી અફઘાનિસ્તાનમાં થઈ ખૈબરઘાટ દ્વારા હિંદુકુશ પર્વતમાળા ઓળંગીને, સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવાટ કરવા લાગી. ત્યાંથી વિસ્તરતાં પંજાબ તથા ગંગા-જમનાના ફળદ્રુપ મેદાનોમાં જઈને તેઓ વસવાટ કરવા લાગ્યા. આર્યો મોટા પ્રવાહની માફક ભારતમાં આવ્યા ન હતા, પરંતુ તેમનું આગમન ધીરે ધીરે કેટલીક સદીઓ સુધી સતત ચાલતું રહ્યું હતું. ઢોરઢાંખર, સ્ત્રીઓ, બાળકો અને વપરાશી વસ્તુઓ સાથે ભારતમાં તેમણે પ્રવેશ કર્યો હતો. એ બતાવે છે કે હુમલાખોરોને બદલે શાંત વસાહતીઓ તરીકે ઠીકઠીક સમય સુધી તેમનું આવવાનું ચાલુ રહ્યું હતું.

ગુજરાતમાં આગમન :

ઈ.સ. પૂર્વે ૬૦૦ ના અરસામાં ઈરાનના સાયરસ, ડાયરસે અને ઈ.સ.પૂર્વે ૩૨૬ માં સિકંદરે પંજાબ પર ચડાઈ કરી. ઈ.સ. પૂર્વે 300 પછી બલ્ક (બાકૂટિયા) લોકોએ પંજાબ પર ચડાઈ કરી. છેવટે તાતાર, શક અને હૂણોનાં ટોળાં પંજાબ પર ચડી આવ્યાં. પંજાબ પર થતાં અનેક આક્રમણોને લીધે કૃમિ પ્રજાને પંજાબ છોડવું પડયું. ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ૨૦૦ ની સાલમાં જે મિઓ એ પંજાબ છોડયું તેઓ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને આનર્ત (વડનગર) સુધી આવી પહોચ્યા. આ મિઓ ક્રમે ક્રમે હાલના વડનગર, ઊંઝા, સિધ્ધપુર, પાટણવાડા, સૌરાષ્ટ્ર અને આખા ઉત્તર ગુજરાતમાં ફેલાયા. લોર કૂિમઓ લેયા પ્રદેશમાંથી નીકળીને અજમેર, મારવાડ, ભિન્નમાલ, અને હાલના પાટણવાડાના માર્ગે થઈ અડ્ડાલય પ્રદેશમાં અડાલજ આવ્યા. ત્યાંથી તેઓ દસકોસ થઈ અનુક્રમે ચરોતર, ભાલ, વાકળ, અને કાનમ સુધી પહોંચી ગયા. ત્યાંથી કઠલાલ, કપડવંજ, અને સવાલીના રસ્તે ચાંપાનેર સુધી ગયા. ચાંપાનેરનું પતન થતાં ત્યાંના લેઉઆ અને કડવા વડોદરા, ભરૂચ અને સુરત તથા વલસાડ સુધી પહોંચી ગયા. છેવટે તેઓ ગુજરાતના ગામડે ગામડે ફેલાયા.

લવ અને કુશ :

ભગવાન રામચંદ્રજીના બે પ્રતાપી પુત્રો લવ અને કુશ ઈ.સ. પૂર્વે ૨૦૦૦ ની સાલમાં પંજાબ પર ચડાઈ કરી હતી. ત્યાંના રાજાને હરાવીને ત્યાં લવના નામ પરથી લવકુટી નગરી (હાલના પાકિસ્તાનનનું લાહોર) વસાવ્યું હતું. આ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યા બાદ ક્ષત્રિયો શાંતિથી ખેતી કરવા લાગ્યા હતા. લવ અને કુશે જે જે પ્રદેશોમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં તે તે પ્રદેશો અનુક્રમે લેયા અને કરડ તરીકે ઓળખાયા. હાલના ગુજરાતના પાટીદારો આ સમયે પંજાબના લેયા અને કરડ પ્રદેશોમાં રહેતા હતા. અને leadલેઆ પ્રદેશમાંથી આવેલા લેઉવા કહેવાયા. અને કરડ પ્રદેશ માંથી આવેલા કડવા કહેવાયા.

પટેલ અને પાટીદાર કેમ કહેવાયા? :

પટેલ અને પાટીદાર બંને શબ્દો એક હોવાનું સામાન્ય રીતે ઘણા લોકો માને છે, પણ માન્યતા ખોટી છે. કણબી શબ્દ ઘણા પુરાણા કાળથી ચાલ્યો આવે છે. તેમ "પટેલ" શબ્દ પણ એટલો જ જૂનો છે. પટેલ માટે મૂળ સંસ્કૃત "પટ્ટલિક" છે. ગામમાં ખેતરોની જમીન અને ઘરથાળની જમીનના વેચાણ કે ગિરો દસ્તાવેજ થતા તેની એક નકલ ગામના મુખ્ય માણસ પાસે રહેતી. આ માણસો "પટ્ટલિક" કહેવાતા. કારણ કે પટ્ટાઓ (પટ્ટ=વસ્ત્ર) ઉપરના લેખો સાચવવાની જવાબદારી એમની રહેતી. કણબીઓને વેચાણ કે ગિરો દસ્તાવેજ સાચવવાનું કામ રાજાઓ એટલા માટે સોંપતા હતા કે તેઓ પ્રામાણિક અને ઉદાર હતા. કોઈનું કદી હરામનું પડાવી ન લેવું, બીજાને મદદરૂપ બનવાની ભાવના રાખવી. ન્યાયની બાબતમાં સ્પષ્ટ કહેવું આ બધા જન્મજાત ગુણોને કારણે કણબીઓ તરફ બીજી જ્ઞાતિઓ આકર્ષાઈ હતી અને ગામનો વહીવટ હંમેશાં જયાં કણબીઓ હોય ત્યાં તેઓને સોંપાતો. આથી સંસ્કૃત "પટ્ટલિક" ઉપરથી "પટેલ" શબ્દ આવ્યો. વીર વિક્રમે હૂણ, શક પ્રજાને હરાવી હિંદુસ્તાન બહાર કાઢી મૂકી અને અવંતી (માળવા) નો પ્રદેશ ફળદ્રુપ બનાવવા પંજાબથી કુર્મીઓને ખાસ મળવા તેડાવ્યા, કારણ કે વિક્રમ રાજાને કુર્મી ઓની મહેનતકશ જીવનપ્રણાલી ઉપર વિશ્વાસ હતો. માળવામાં તેડાવી કુર્મી કુટુંબોનું સન્માન કર્યુ. દરેકને યોગ્યતા પ્રમાણે નાનાં મોટાં ગામ વસાવવા આજ્ઞા કરી. રાજાએ ત્રણસો ગામોના કુર્મીઓને "પટેલ" તરીકે પોતાની અટક લખાવવા લાગ્યા. માળવામાંથી ગુજરાતમાં પટેલો આવ્યા અને ગુજરાતમાં પણ આ અટક શરૂ થઈ. શરૂઆતમાં લેઉવા પાટીદાર સમાજ પોતપોતાના અલગ અલગ કુળદેવી માતા ને પૂજતા હતા. અમુક લોકો અડાલજ ખાતે આવેલ અન્નપુર્ણા દેવી ને કુળદેવી માતા માનતા આવ્યા છે. જયારે પાટીદાર સમાજ ની એકતાની વાત આવી ત્યારે તમામ લેઉવા પાટીદાર સમાજ ખોડલધામ, કાગવડ માં માં ખોડલ ને આસ્થા અને કુળદેવી તરીકે પુજે છે. તેથી ખોડલધામ, કાગવડ મુકામે આવેલ માં ખોડલ ને લેઉવા પાટીદાર સમાજની કુળદેવી તરીકે માનવામાં આવે છે.

આમ કુર્મી, કણબી, લોરી કુર્મી, ખારી કુર્મી, પાટીદાર, પાટીલ, પટેલ, લોર પટેલ, ખારી પટેલ જેવી કેટલીએ અટકો પટેલ જ્ઞાતિમાં આવે છે. અને લેઉવા પટેલ કોમ ખમીરવંતી, ખડતલ, મહેનતુ, સાહસિક, દરેક સમાજ ને સાથે રાખી ને ચાલનાર, ઘરેણ રાખનાર, ઉદાર અને ધાર્મિક અને ભક્તિભાવ વાળા હોય છે. દરેક સેવાના કામમાં પ્રથમ હરોળમાં ઉભા રહેનાર અને સેવાકીય પ્રવુતિ આગેવાની લેનાર કોમ એટલે લેઉવા પાટીદાર કોમ. આમ આપણા સોળગામ લેઉવા પાટીદાર સમાજ માં ૭૧ લેઉવા પાટીદાર સમાજ ની પેટાજ્ઞાતિઓ આવેલી છે. અને મોટા ભાગના ગામોમાં કેળવણી સંકુલો આવેલ છે. દરેક સમાજ ને સાથે રાખીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં પણ સમાજ ક્યારેય પાછો પડતો નથી.